વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ એક ડેમ મંગળવારે વહેલી સવારે નવ વાગ્યાની આસપાસ ઓવરફ્લો થતાં જ વાંકાનેર પંથકમાં હરખની હેલી ફેલાઈ ગઈ છે, ત્યારે હાલ વાંકાનેર પંથકમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં પણ જંગી વધારો થયો છે જેના કારણે હાલ ડેમ 4.75 ફુટ જેટલો ઓવરફ્લો થઇ રહ્યો છે…
હાલ સાંજ ચાર વાગ્યે મચ્છુ 1 ડેમમાં 75,829 ક્યુસેક પાણીની આવક હોવા, જેના કારણે મચ્છુ નદી ગાંડીતૂર બની છે, જેથી બાબતે તંત્ર દ્વારા તમામ નાગરિકોને સાવધાન રહેવા અને નદી વિસ્તારમાં અવર-જવર ન કરવા અને નિચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS