વાંકાનેર વિસ્તારમાં ગ્રામ્ય તથા શહેરી દરેક જગ્યાએ માતેલા સાંઢની માફક દોડતા ડમ્પર ચાલકોએ માઝા મૂકી છે, જેમાં હાલની પરિસ્થિતિ મુજબ તો બેફામ દોડતા આ ડમ્પર ચાલકો પોલીસને પણ ગણકારતા ન હોવાનો ઘોટ સર્જાયો છે. ત્યારે વાંકાનેરના લુણસર ગામની સીમમાં ધોળાકુવા વિસ્તારમાં બેફામ બનેલા એક આઇવા ડમ્પર ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે ચલાવી પોતાની ફરજ બજાવતા વનરક્ષકની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે ત્રણ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વીડી જાંબુડીયા ફોરેસ્ટ ક્વાર્ટરમા રહેતાં અને વનરક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ હીરાભાઈ સોલંકી (ઉ.વ.૨૮)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી રમેશભાઈ જાલાભાઈ ગમારા (રહે. ધોળાકુવા) તથા આઇવા ડમ્પર રજીસ્ટર નં. GJ 13 AX 6357 નો ડ્રાઈવર તેમજ મોટરસાયકલ રજીસ્ટર નં. GJ 36AN 2664 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપીએ પોતાના કબ્જાવાળુ આઇવા ડમ્પર પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રાજ્યસેવક ફરિયાદને જાન હાની પહોંચે તે રીતે બેફરાઇથી હંકારી,
ફરીયાદીની ફરજની કામગીરી અટકાવવા તથા હાની પહોંચાડવાની ધમકી આપી બાદમાં ડમ્પર લઇ ભાગી જઇ તેમજ આરોપી ડમ્પર ચાલક તથા બાઈક ચાલકએ પણ રાજ્યસેવકની ફરજમાં અટકાયત કરી ફરીયાદી તથા સાહેદ રાહુલ વાંકને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસે ત્રણેય ઇસમો વિરૂધ્ધ બીએનએસ કલમ ૨૨૪, ૨૮૧, ૧૧૦ ૩૫૧(૩), ૫૪ તથા એમ.વી. એક્ટ ૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે….