વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં 400ને પાર કરવાનો નારો આપ્યો હતો, પરંતુ આજે જ્યારે દેશભરમાં મતગણતરી ચાલી રહી છે, ત્યારે BJP 250 સીટથી નીચે ફસાયેલી જોવા મળી છે. આવી સ્થિતિમાં ભાજપ એકલા હાથે સરકાર બનાવી શકશે નહીં અને તેને 272ના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે સાથીપક્ષોની જરૂર પડશે. લોકસભા ચૂંટણીમાં અત્યારસુધીના ટ્રેન્ડ મુજબ NDA અને INDIA ગઠબંધન વચ્ચે જબરદસ્ત મુકાબલો છે. આ બધા વચ્ચે ભાજપ અને કોંગ્રેસે સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. કોંગ્રેસે આંધ્રમાં ટીડીપી અને બિહારમાં જેડીયુનો સંપર્ક કર્યો છે. આ બંને પક્ષો NDAમાં ભાજપના સહયોગી છે. જો આ બંને પક્ષ એનડીએમાંથી બહાર આવશે તો ભાજપ બહુમતીથી દૂર રહેશે. ચૂંટણી પરિણામો પહેલાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે…
બપોરે બે વાગ્યા સુધીમાં ગુજરાતની બેઠકોની સ્થિતિ….
ગુજરાતની 24 બેઠકો પર ભાજપ ઉમેદવારોનો વિજય….
આ સિવાય ગુજરાતની બનાસકાંઠા તથા પાટણ બેઠક પર કોંગ્રેસ-ભાજપના ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે, જેમાં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 20,000 કરતાં વધારે મતથી વિજય થયો છે, જ્યારે પાટણ બેઠક પર ભાજપના ઉમેદવાર માત્ર 16,000 મતથી આગળ ચાલી રહ્યા છે….
ગુજરાત વિધાનસભા- 2024ની ચૂંટણીમાં 25 લોકસભા બેઠકોની સાથે-સાથે વિધાનસભની પાંચ બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. આ પાંચ વિધાનસભા બેઠકમાં પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વિજાપુરનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક અપક્ષમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં. આ પાંચેય બેઠકની આજેના મતગણતરી પ્રક્રિયા યોજાઈ રહી છે. આજના પરિણામમાં પાંચેય બેઠક પર ભાજપ ઉમેદવારની ભવ્ય જીત થઈ છે….