વાંકાનેર તાલુકાના લિંબાળા ગામ ખાતે ગત તા. ૦૫/૧૧/૨૦૨૩ ના રોજ ગામમાં ડેરીએ દૂધ ભરાવી પરત ફરતા મહિલા ફરિયાદી શારદાબેનને આરોપી શંકરભાઈ ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરાએ લાકડી વડે હુમલો કરી માર મારી ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હોય,
જે મામલે વાંકાનેર સીટી પોલીસમાં ગુનો નોંધાયો બાદ આ કેસ વાંકાનેરના એડ. જ્યુડી. મેજી. એસ. કે. પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટ સરકારી વકીલ એ. એન. પટેલની દલીલ તથા પુરાવાને ધ્યાનમાં રાખી મહિલા સાથે મારામારી કરતાં સમાજમાં ધાક બેસાડતો ચુકાદો આપી આરોપીને ત્રણ વર્ષ છ માસની સજા તેમજ ફરિયાદીને રૂ. ૨૦,૦૦૦ વળતર ચૂકવવા હુકમ કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47