Thursday, November 21, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના લાલપર તથા લિંબાળા ગામના ખેડૂતોને હિંસક પ્રાણીઓના ત્રાસ વચ્ચે દિવસે વિજ...

    વાંકાનેરના લાલપર તથા લિંબાળા ગામના ખેડૂતોને હિંસક પ્રાણીઓના ત્રાસ વચ્ચે દિવસે વિજ પુરવઠો આપવા રજૂઆત કરાઇ…

    વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે દીપડા સહિતના હિંસક પ્રાણીઓના આંટાફેરાના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે વીડી વિસ્તારની નજીકમાં જ આવતા વાંકાનેરના લાલપર તથા લિંબાળા ગામના ખેડૂતો દ્વારા આજરોજ પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી અને પ્રાણીઓના ત્રાસ વચ્ચે ખેડૂતોને રાત્રીના બદલે દિવસના સમયે વીજ પુરવઠો આપવા માંગ કરવામાં આવી હતી…

    બાબતે લાલપર તથા લિંબાળા ગ્રામ પંચાયત દ્વારા વાંકાનેર પીજીવીસીએલ કચેરીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં હિંસક પ્રાણીઓનો ત્રાસ હોય, જેમાં ખેડૂતોને ખેતીવાડી ફીડરમાં રાત્રીના સમયે પાવર મળતો હોય, જેથી રાત્રીના સમયે ખેડૂતો પર સતત આવા હિંસક પ્રાણીઓના હુમલાનો ખતરો હોવાના કારણે આ બંને ગામોના ખેડૂતોને દિવસના સમયે વીજ પુરવઠો આપવા માંગ કરવામાં આવી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!