Monday, April 28, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કોઠી ગામે આરોગ્ય વિભાગ દ્વારા કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો, 142 દર્દીઓનું...

    વાંકાનેરના કોઠી ગામે આરોગ્ય વિભાગ દ્વારા કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો, 142 દર્દીઓનું સ્ક્રીનીંગ કરી નવને રિફર કરાયા….

    મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ બુધવારે GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર-રાજકોટના સહયોગથી વાંકાનેર તાલુકાના કોઠી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ પ્રકારના કેન્સરના નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કુલ 142 જેટલા દર્દીઓનું સ્ક્રીનીંગ કરી નવ દર્દીઓની આગળની સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા….

    આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાંત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા ઓરલ કેન્સર માટે 42, બ્રેસ્ટ કેન્સર માટે 40, સર્વાઇકલ કેન્સર માટે 19 તથા અન્ય 41 મળી કુલ 142 દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનીંગમાંથી વધુ સારવાર માટે 9 દર્દીઓને રીફર કરવામાં આવ્યા હતા તથા સર્વાઈકલ કેન્સર અંગેના સેમ્પલ પણ કલેક્ટ કરવામાં આવ્યા હતા….

    આ કેમ્પમાં આરોગ્ય શાખાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહ, જિલ્લા IEC અધિકારી સંઘાણી, NCD DPC ડો. ગૌરવ બારોટ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરશીયા, મેડીકલ ઓફિસર ડો. સાહિસ્તા કડીવાર, વાંકાનેર તાલુકા સુપરવાઈઝર માથકીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીના આરોગ્ય કર્મચારીઓએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!