વાંકાનેર શહેર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ નવનિયુક્ત સરકારી કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ શૈક્ષણીક કાર્યમાં કોળી સમાજના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને નાગરિકો જોડાય તેવી કોળી કેરિયર એકેડેમી દ્વારા અપીલ કરવામાં આવી છે….
આ સન્માન સમારોહમાં વર્ષ 2025 માં કોઈપણ શૈક્ષણિક અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટ મુજબ સન્માનિત કરવામાં આવશે, તેમજ સરકારી ક્ષેત્રમાં નવનિયુક્ત પામેલ હાલ ફરજ બજાવતા કર્મચારીને પણ સન્માનિત કરવામાં આવશે. જેથી યોગ્ય લાયકાત ધરાવતા કોળી સમાજના અરજદારોએ આગામી તા. 05/06/2024 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે વિગતો નીચેના સરનામે પહોંચતી કરવાની રહેશે…
• ફોર્મ ભરવાનું સ્થળ •
ડી એન્ડ ડિજિટલ
નેશનલ હાઈવે, જકાતનાકા પાસે, પેટ્રોલ પંપની બાજુમાં, કિસ્મત કોમ્પલેક્ષ, પહેલા માળે, વાંકાનેર
મો. 8160159964
વિજયશ્રી એસોસીએટ
ધર્મેશભાઈ પરમાર (એડવોકેટ)
દાણાપીઠ, વાંકાનેર
મો. 76987 77982
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1