વાંકાનેર શહેર નજીક કેરાળા ગામના બોર્ડ પાસે હાઇવે પર ટ્રક પાર્ક કરી બીજી તરફ ચા પીવા માટે રસ્તો ઓળંગતા એક ટ્રક ચાલક યુવાનને પુર ઝડપે આવતા કાર ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં ટ્રક ચાલકને માથામાં હેમરેજ તથા ફેક્ચર તેમજ શરીરે ઇજાઓ પહોંચતા આ મામલે કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીથી સુરત તરફ ટ્રક લઈને જતા મૂળ હળવદના વતની અને હાલમાં મોરબીના યમુનાનગર વિસ્તારમાં રહેતા સતિષભાઈ બચુભાઇ બાવડા (ઉ.વ. 37) નામનો યુવાન કેરાળા ગામના પાટિયા પાસે પોતાનો ટ્રક ઉભો રાખી સામેની તરફ ચા પીવા માટે પગપાળા રસ્તો ઓળંગતા હોય ત્યારે પુર ઝડપે આવતી કાર નં. GJ 36 AC 5457 ના ચાલકે હડફેટે લઈ પછાડી દેતા યુવાનને હેમરેજ અને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1