વાંકાનેર તાલુકાના કાનપર પ્રાથમિક શાળાની આજરોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા મુલાકાત લઇ શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે ધારાસભ્યશ્રી દ્વારા શાળાના દરેક વર્ગમાં બાળકો તથા શિક્ષકો સાથે શૈક્ષણિક કાર્યની ચર્ચાઓ કરી સરકારશ્રીના નોમ્સ મુજબ થતી વિવિધ પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ અને શાળામાં થતી કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું…
આ સાથે જ અગાઉ શાળામાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોના ફોટોગ્રાફ તથા વિવિધ ફાઈલો તેમજ આપત્તિ અને વ્યવસ્થાપનની વ્યવસ્થા, શાળાની વિજ્ઞાન લેબ, ગાણિતિક પ્રવૃત્તિના સાધનો , શાળામાં બનાવેલા વિવિધ વિશાળ ચિત્રોનું નિદર્શન, આરોગ્ય સુવિધા સાધનો, ગ્રાન્ટમાંથી ખરીદેલ રમતગમતના સાધનો, સ્માર્ટ ક્લાસ નિદર્શન તથા સ્માર્ટ ક્લાસ ઉપયોગ કરતા બાળકો અને ધોરણ ૧ થી ૮ માં થતી તમામ પ્રવૃત્તિઓ તથા ફાઈલો અને ફોટોગ્રાફનું નિદર્શન કરી શાળામાં ચાલતી ઉમદા કામગીરી બદલ આચાર્ય તથા સ્ટાફની પીઠ થાબડી હતી. આ મુલાકાત સમયે શાળા એસ.એમ.સી. કમિટીના સભ્યો, વાલીઓ, શિક્ષકો તથા સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47