વાંકાનેર તાલુકાના કાનપર ગામ ખાતે દોઢ વર્ષના માસૂમ બાળકને રમતા રમતા બોલ(દડો) લાગી જતાં બાળક પડી જઇ બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબે તપાસી બાળકને મૃત જાહેર કર્યું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામ ખાતે રહેતા હરસુરભાઈ ઉર્ફે રાહુલભાઈ ખરા/ચારણ ના દોઢ વર્ષના બાળક પ્રભાતને રમતા રમતા બોલ(દડો) લાગી જતાં પડી જતાં બાળક બેભાન થઇ જતાં તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબે તપાસી બાળકને મૃત જાહેર કરતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….