વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક આવેલ ગોલ્ડન પોઈન્ટ નજીક પાર્ક કરેલા બાઇકની કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે, જે બનાવમાં હાલ બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક આવેલ ગોલ્ડન પોઈન્ટ કોમ્પલેક્ષ પાસે રહેતા કલ્પેશભાઈ ભગવાનજીભાઈ કાપડિયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધવી છે કે, ગત તા. ૧૯ ના રોજ ફરિયાદીએ તેમનું હિરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 03 DA 1063 (કિંમત રૂ. ૧૫,૦૦૦) ઘર પાસે પાર્ક કરેલ હોય, જેને કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જતા બાબતે તેમણે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65