વાંકાનેર તાલુકાના જામસર ગામ ખાતે એક મહિલાને પ્રસુતિ પિડા ઉપડતા 108 ની ટીમને કોલ આવતાં તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી મહિલાને લઇ હોસ્પિટલ ખાતે આવતી હોય, ત્યારે રસ્તામાં હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ 108ની અંદર સગર્ભાની સફળ ડિલિવરી થઈ હતી….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના જામસર ગામ ખાતે જોષના રસિકભાઈ દેલવાડીયા નામના સગર્ભા મહિલાને દુખાવો ઉપડતા રાત્રે 8:42 વાગ્યે 108ને કોલ આવતાં તાત્કાલિક 108ની ટીમ સ્થળ ઉપર પહોંચી સગર્ભાને લઈને હોસ્પિટલ આવતી હોય, ત્યારે રસ્તામાં ડિલિવરીનો વધુ દુખાવો ઉપડતા ERCP ડો. મીતના માર્ગદર્શન હેઠળ રસ્તામાં જ ઇએમટી હિતેશ ઝાપડા અને પાયલોટ રામભાઈ ધર્મનાથીએ મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી, જે બાદ તંદુરસ્ત માતા અને બાળકને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L