બાઈક પર પસાર થતા નાગલપર ગામના પરિવારને અજાણ્યા કાળમુખા ડમ્પર ચાલકે હડફેટે લેતા સર્જા અકસ્માતમાં માસુમ બાળકનું મોત ત્રણ ઇજાગ્રસ્ત…
વાંકાનેર તાલુકાના નાગલપર ગામ ખાતે રહેતો પરિવાર ઢુવા ખાતે બેંકનું કામ પૂર્ણ કરી ઘર તરફ પરત ફરી રહ્યા હોય દરમિયાન માટેલ નજીક જામસર ચોકડી પાસે તેમના બાઇકને કાળમુખા ડમ્પર ચાલકે પાછળથી હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં માતા-પિતાની નજર સામે છ વર્ષના માસુમ બાળકનું મોત થયું હતું જ્યારે ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોય, જે બનાવમાં કાળમુખા ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાય છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નાગલપર ગામ ખાતે રહેતા ફરિયાદી કુંવરજીભાઇ જીલાભાઈ રાતોજા તેમના પત્ની જાનાબેન, દીકરી અર્ચના અને દીકરા સુરેશને લઈ ઢુવા ખાતે બેંકનું કામ પતાવી બાઇક પર પરત ફરી રહ્યા હોય દરમિયાન માટેલ નજીક જામસર ચોકડી પાસે અજાણ્યા કાળમૂખા ડમ્પર ચાલકે તેમના બાઇકને પાછળથી હડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં માતા-પિતાની નજીક સામે જ છ વર્ષીય માસુમ બાળક સુરેશનું મોત થયું હતું, જ્યારે બાઇક ચાલક કુંવરજીભાઇ, પત્ની જાનાબેન અને પુત્રી અર્ચનાને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવમાં અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા ડમ્પર ચાલક વિરોધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm