વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાંથી તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે એક સ્કોર્પીયો કારમાંથી 650 લિટર દેશી દારૂ તથા કાર સહિત કુલ રૂ . 2.80 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી કાર ચાલક સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ટ્રી નજીક વોચમાં હોય, દરમ્યાન દેશી દારૂ ભરેલ સ્કોર્પીયો કાર નિકળતા જેને રોકવાનો પ્રયાસ કરતા કારના ચાલકે પોતાની કાર ઉભી નહી રાખતાં તેનો પીછો કરતા વાંકાનેરના જાલીડા ગામની સીમમાં કાર ચાલક સ્કોર્પિયો કાર નં. GJ 03 CA 0747 ને રેઢી મુકી નાશી જતાં,
પોલીસે કારની તલાશી લેતા કારમાંથી 650 લિટર દેશી દારૂ લીટરનો જથ્થો (કિંમત રૂ. ૧,૩૦,૦૦૦) મળી આવતાં પોલીસે કાર અને દેશી દારૂ સહિત કુલ રૂ. 2,80,000 નો મુદ્દામાલ જપ્ત કરી નાશી જનાર કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો નોંધી દેશી દારૂની હેરાફેરી કરનાર વાહન ચાલકને શોધી કાઢવા તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm