
વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે પર રીક્ષા પાછી લેવા બાબતે બે રીક્ષા ચાલકો વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જેથી આ બનાવમાં એક વ્યક્તિને ઇજા થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી અમીતભાઇ હુશેનભાઇ બેલીમ જીનપરા જકાતનાકા પાસે પોતાની સીએનજી રીક્ષા લઈને ઉભા હોય ત્યારે આરોપી અનવર ઉર્ફે જુમ્મો કાળુભાઇ શેખ (રહે. વાંકાનેર) સાથે રીક્ષા પાછળ લેવા બાબતે બોલાચાલી થતા આરોપી ઉશ્કેરાઈ જઈ ફરીયાદી સાથે ઝપાઝપી કરી આરોપીએ પોતાની રીક્ષામાંથી ધોક્કો કાઢી ફરીયાદીને પગના ભાગે માર મારી ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે ફરિયાદીએ રિક્ષા ચાલક આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે....
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





