Friday, November 22, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ પર રાતીદેવરી ગામ નજીક દુધ ભરેલ મીની ટેન્કર...

    વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ પર રાતીદેવરી ગામ નજીક દુધ ભરેલ મીની ટેન્કર અચાનક સળગી ઉઠ્યું…..

    વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ પર આજરોજ બપોરના સમયે પસાર થતા એક દુધ ભરેલા મીની ટેન્કરમાં રાતીદેવરી ગામથી આગળ જતાં અચાનક આગ‌ લાગી હતી, જેમાં ટેન્કર સળગી ઉઠતાં વાંકાનેર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હોવાની માહિતી મળી રહી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામ તરફથી દૂધ ભરી મોરબી મયુર ડેરીમાં ખાલી કરવા જતાં દુધ ભરેલ મીની ટેન્કર નં. GJ 17 UU 3416 જડેશ્વર રોડ પર આજરોજ શુક્રવારે બપોરે એક વાગ્યાની આસપાસ રાતીદેવરી ગામથી આગળ પહોંચતા જ ટેન્કરમાં અચાનક આગ લાગી હતી, જેમાં સદનસીબે ડ્રાઇવર તાત્કાલિક નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.

    જે બાદ બનાવની જાણ વાંકાનેર નગરપાલિકાની ફાયર ટીમને થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ‌ દુર્ઘટનાને પગલે દુધ ભરેલ ટેન્કરનો આગળનો ભાગ સંપૂર્ણ સળગીને ખાખ થઈ ગયો‌ હોવાની માહિતી મળી રહી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!