વાંકાનેરના સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં બે દિવસના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હોય છે, જે લોકમેળા દરમિયાન તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોય ત્યારે મેળામાં ભાડે ભીડના કારણે પરિવારથી વિખુટા પડેલા બાળકોને પોલીસ તંત્ર દ્વારા સંભાળી તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યા હતા….
જેમાં આઠ વર્ષીય બાળકી માહેનુરને તેની માતા નિલોફરબેન બાદી સાથે, ચાર વર્ષીય બાળકને તેની માતા હર્ષાબેન પીપળીયા, ત્રણ વર્ષીય નિલેશને તેના પિતા દિલીપભાઈ અમલીપર, આઠ વર્ષીય રાહુલને તેના પિતા બેતાલભાઈ મેળા સહિત કુલ 23 બાળકોને ખરાઈ કરી તેમના માતા-પિતા સાથે તેમજ વયોવૃદ્ધ નાગરિકોને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યા હતા….