Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જડેશ્વર ખાતે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ અંતર્ગત લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામ...

    વાંકાનેરના જડેશ્વર ખાતે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ અંતર્ગત લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામ યોજાયો…

    લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા અને શિક્ષણની ગુણવતામાં સુધારો કરવા અંગે ચર્ચા કરાઈ….

    વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આગખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ દ્વારા અમલીકૃત લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામ વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થ ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રોગ્રામ અમેરિકન ઈન્ડીયા ફાઉન્ડેશનની સહાયથી ચાલતો હોય જેમના દ્વારા નાણાકીય તેમજ તકનીકી માર્ગદર્શન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ અંતર્ગત શાળા વ્યવસ્થાપન સમિતીનું જિલ્લા કક્ષાનું સંમેલન પણ યોજાયું હતું…

    આ કાર્યક્રમ અન્વયે લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય અને શિક્ષણની ગુણવતામાં સુધારો થાય તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ‘મારી સપનાની શાળા’ ગ્રુપ એક્ટિવિટી કરાવી આ સપનાને અમલમાં લાવવા માટેનો એકશન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો હતો…

    આ કાર્યક્રમમાં તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસરશ્રી વોરા, કેળવણી નિરીક્ષકશ્રી યુવરાજસિંહ વાળા, અગ્રણીશ્રી કિશોરસિંહ ઝાલા, મહિલા પી.એસ.આઈ. શ્રી કાનાણી, તેજલબા – પી.બી.એસ.સી, જિલ્લા ફિલ્ડ ઓફિસરશ્રી રાજદીપભાઈ તેમજ આગખાન સંસ્થા માથી શ્રી કંચનબેન – મેનેજર એજ્યુકેશન, શ્રી મનોજીતસિંહ ગોહિલ, શ્રી વિમલભાઈ, શ્રી હાર્દિકભાઇ તેમજ ગામમાંથી આવેલ આગેવાનો, સિટીઝન એજ્યુકેટર , એસ.એમ.સી. સભ્ય પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!