આઇપીએલ શરૂ થયાં બાદ જાણે સટ્ટાની મોસમ પુરબહારમાં ખીલી હોય તેવો ઘાટ વાંકાનેર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, જેમાં થોડા દિવસ પહેલા જ એલસીબી ટીમે બે શખ્સોની ધરપકડ કરી હોય, જે બાદ વાંકાનેર સીટી પોલીસે વધુ બે શખ્સોને આઇપીએલ મેચ પર સટ્ટો રમતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરની એક્સીસ બેન્ક સામે ખુલા પટમાં દરોડો પાડી રવિવારે રાત્રની ચાલતી આઇપીએલની લખનૌ સુપર જાયન્ટ અને ગુજરાત ટાઈટન ટીમ વચ્ચેની મેચ ઉપર મોબાઈલ ફોનમાં હારજીતનો જુગાર / સટ્ટો રમતા આરોપી ઇકબાલ અશરફભાઈ ચૌહાણ અને જુબેર અબ્દુલકરીમભાઈ બોરડીવાલાને રોકડ રકમ રૂ. 8,870 રોકડા તથા એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 13,870ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp