Thursday, November 21, 2024
More
    Homeમુખ્ય સમાચારઇફ્ફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયાનો વિજય, અમીત શાહના નજીક ગણાતા બિપિન ગોતાની...

    ઇફ્ફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયાનો વિજય, અમીત શાહના નજીક ગણાતા બિપિન ગોતાની હાર….

    ઇફ્ફ્કોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એકમત નહીં થતાં આ વખતે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ સામે ભાજપના આ જંગમાં ભાજપે અમીત શાહની નજીક ગણાતા બિપીન ગોતા(પટેલે)ને મેન્ડેટ આપ્યો હોય, જેની સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ દાવેદારી કરતાં આ ચૂંટણી રસપ્રદ બની હતી. જેમાં આજે યોજાયેલ આ ચુંટણીમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા, જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા, જ્યારે તેના હરિફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા…

    ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (ઇફ્ફકો)ના ડિરેક્ટર પદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નિકટના સાથી બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સામે વિજય ઝાટકિયાએ દાવેદારી કરી હતી, જેમણે પાછળથી બીપીન પટેલને ટેકો જાહેર કર્યો હતો. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપિન પટેલ સામે ખેડૂત નેતા તરીકે છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાંયો ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી. ગુજરાતની એકમાત્ર બેઠક પરના ચૂંટણી જંગમાં ચાર વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનારા રાજકોટના સહકારી નેતા જયેશ રાદડીયાની જીત થઈ છે….

    રાદડિયાએ ભાજપ સમર્થિત ઉમેદવાર બિપિન ગોતાને હરાવવા તમામ ખેલ શરૂ કર્યા હતા, રાદડિયાએ પોતાના જૂથના મતદારોને દિલ્હીમાં અલગ સ્થળે ઉતારો આપી પોતાના તરફે મહત્તમ મતદાન કરી જીત મેળવવા છેલ્લી ઘડીના તમામ પ્રયાસો કર્યા હતા. ઈફકોની આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા અને તેમાંથી 94 જેટલા સૌરાષ્ટ્રના મતદારો હતા. જયેશ રાદડીયાને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, દિલીપ સંઘાણી તેમજ અન્ય સ્થાનિક નેતાઓનું સમર્થન હતું. રાજકોટના 40થી વધુ ઉપરાંત અમરેલીના 29, મોરબીના 12 જેટલા મતદારો પણ રાદડીયાની સાથે હોવાથી તેમની જીત અગાઉથી જ નિશ્ચિત માનવામાં આવે છે. ઇફ્કોની ચૂંટણીમાં આજે કે 182 માંથી 180 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે બાકી રહેતા બે મતદારો વિદેશ હોવાથી તેમનું મતદાન થાય તેમ ન હતું છતાં મતદાન માટે ચાર વાગ્યાનો સમય હોવાથી ત્યાં સુધી પ્રતિક્ષા કરાયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જયેશ રાદડીયાનો વિજય થયો હતો…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!