મોરબીના માધાપર ગામના જમીન વિવાદમાં વાંકાનેરના એડવોકેટ એમ. એફ. બ્લોચની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખતી કોર્ટ….
મોરબી તાલુકાના માધાપર ગામની સીમ જમીન સર્વે નં. ૧૭૬૧ પૈકી મળીને કુલ ૬ સર્વે નંબરની કુલ જમીન હે. ૭–૩૪-૫૧ની ખેતીની જમીનો આવેલી હોય, જે જમીનો મૃતક રૈયાભાઈ ભગુભાઈ ડાભી અને માવજીભાઈ ભગુભાઈ ડાભીના સંયુકત ખાતાની ખેતીની જમીનો હોય, જે જમીનો અન્વયે મૃતક રૈયાભાઈ ભગુભાઈના કુલ પાંચ વારસ સંતાનો વચ્ચે ભાઈઓ ભાગની વહેંચણી અંગેનો વીવાદ ઉભો થયેલો અને જેમા ગામના નમુના નં.ની નોંધ નં. ૧૫૬૬૧થી તા. ૨૯/૩/૨૦૦૧ના રોજ મંજુર કરીને મોરબીના રહીશ ધનીબેન રૈયાભાઈ ડાભી, અમૃતબેન રૈયાભાઈ ડાભી અને સવીતાબેન રૈયાભાઈ ડાભીના નામો સદરહુ મિલકતમાંથી કમી કરાવીને બાકીના વારસદારોએ સોગંદનામા દ્વારા આ જમીનો પોતાના નામે કરાવી લીધી,
જે અંગેની આ ત્રણે બહેનોને જાણ થતા તેમણે સદરહુ જમીનમાં પોતાનો હક્ક હીત હીસ્સો અલગ કરવા માટે અને તે મુજબનો કબજો ભોગવટો અને માલીકી મેળવવા માટે મોરબીના મહે. સિનીયર સીવીલ જજ સાહેબની કોર્ટમાં સ્પે. દી.મુ. નં. ૧૫/૧૨થી દાવો દાખલ કરેલો અને જે દાવાના કામે ગામના નમુના નં. ૬ની નોંધ નં. ૧૫૬૬૧ વાળી નોંધ ફ્રોડ દ્વારા ઉભી કરીને કરવામા આવેલ છે. અને સદરહુ નોંધ કરવા માટે જે તે વખતના નાયબ મામલતદાર સમક્ષ હકક કમી કરવા સબંધે સોગંદનામાઓ કરવામા આવેલા તે સોગંદનામાઓ બોગસ સહી દ્વારા અને ખોટા દસ્તાવેજો ઉભા કરવાના ઈરાદાથી ઉભા કરવામા આવેલ છે.
તેવી રજુઆતો થયેલી અને માત્ર સોગંદનામાના આધારે મીલકતમા સ્થાપીત થયેલો હકક જતો કરી શકાય નહી. અને જ્યાં સુધી રીલીઝડીડ સબરજીસ્ટર કચેરીમા નોંધણી કરીને હકક જતા ક૨વામા ન આવે ત્યા સુધી માત્ર સોગંદનામાના આધારે હકક જતા કરી શકાય નહી. આમ હિન્દુ સકશેશન એમેટમેન્ટ એકટ ૨૦૦૫ની જોગવાઈઓ મુજબ હિન્દુ પીતાની મિલકતમાંથી પુત્રી સંતાનોને પણ પોતાના ભાઈઓ જેટલો સમાન હીસ્સો મીલકતમાથી મળી શકે છે. તેવા સંજોગોમા સદરહુ મીલકતનુ પટીશન કરી આપીને મૃતક રૈયાભાઈ ભગુભાઈ ડાભીના ૫૦ ટકા હિસ્સામાંથી પોતાનો હીસ્સો અલગ કરી આપીને તે મુજબનો કબજો ભોગવટો મેળવવા નામ.કોર્ટ સમક્ષ દાવો દાખલ કરીને માંગણી કરવામા આવેલી, જે દાવાના કામે શરુઆતના સ્ટેજે વાદીઓની મનાઈ હુકમની અરજી મંજુર કરવામા આવેલી,
જેની સામે પક્ષકારો નામ.સુપ્રિમ કોર્ટ સુધી ન્યાય મેળવવા માટે ગયેલા અને નામ. સુપ્રિમ કોર્ટે સદરહુ કામે વાદીઓની મનાઈ હુકમની અરજી પર થયેલો હુકમ કાયમ રાખી સદરહુ દાવો છ માસની સમય મર્યાદામા પુરો કરવા આદેશ કરેલો. જે દાવાના કામે પક્ષકારો અને વકીલોએ નામ.સુપ્રિમ કોર્ટના આદેશનુ પાલન કરેલુ અને સદરહુ દાવો આ સમય મર્યાદાની અંદર ચલાવીને પુરો કરેલો. જેમાં સદરહુ દાવાના કામે વાદીના એડવોકેટ એમ. એફ. બ્લોચની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટ દ્વારા વાદીનો દાવો મંજુર કરીને વાદીઓ રૈયાભાઈ ભગુભાઈના વારસદાર તરીકે મિલકતમાંથી ૧/૫ હીસ્સો મેળવવા હકદાર હોવાનું ઠરાવેલ,
અને તે મુજબ પટીશન કરી આપવા કાયદાની જોગવાઈઓ મુજબ રેવન્યુ ઓથોરીટીને આદેશ કરેલ છે. અને સદરહુ ર્પટીશન ન થાય ત્યાં સુધી દાવાવાળી મીલકત કોઈને પણ ટ્રાન્સફર ન કરવી તેવો કાયમી મનાઈ હુકમ આપીને વાદીનો દાવો મંજુર કરેલ છે. આ સદરહુ દાવાના કામે વાદીઓ તરફે વાંકાનેરના એડવોકેટ એમ.એફ.બ્લોચ તથા સાહીલ એમ. બ્લોચ રોકાયેલ હતા…