વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ આસ્થા ગ્રીન સામે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં હાઇવે પરથી પુરઝડપે પસાર થતી કાર નં. GJ 27 K 5232 ના ચાલકે હાઇવે પર રસ્તો ઓળંગતા મધુબેન ઠાકરશીભાઈ સોળમીયા (ઉ.વ. 60, રહે.મંત્રી સોસાયટી, વાંકાનેર) ને હડફેટે લેતા વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતકનાં પુત્રએ કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…..




