વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે ડમ્પર ચાલકે ઇ-બાઇક ચાલકને હડફેટે લેતા વૃદ્ધનું મોત થયું હતું, જે બનાવ મામલે મૃતક વૃદ્ધના પુત્રએ વાંકાનેર સિટી પોલીસમાં ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નેશનલ હાઇવે પર જીનપરા જકાતનાકા પાસે ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને પસાર થતા સુરેશભાઈ થોભણભાઈ ધરોડીયા નામના વૃદ્ધને અહીંથી પસાર થતાં ડમ્પર નં. GJ 36 X 5551ના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે મૃતક વૃદ્ધના પુત્ર રાહુલભાઈની ફરિયાદ પરથી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…