વાંકાનેર તાલુકાના કેરાળા ગામના વતની તથા શ્રી ગેલેક્સી ક્રેડિટ કો. ઓ.સો.લી.ના મેનેજર, ગેલેક્સી મલ્ટી સ્પેશિયલીટી હોસ્પિટલના સ્થાપક, ગેલેક્સી સ્કૂલ, ગેલેક્સી કન્સ્ટ્રકસનના ઓનર, જાણીતા યુ-ટયૂબર, મોમીન સમાજના યુવા ઉદ્યોગપતિ અને અનેકવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલ લિયાકતહુશેન બાદીનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 34 વર્ષ પુરા કરી 35 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે…

લિયાકત બાદી હાલ તેમના પિતા અને સફળ સાહસિક ઉદ્યોગપતિ અબ્દુલભાઈ બાદી સાથે મળી પોતાની આવડતથી ગેલેક્સી ગ્રુપને વિકાસના ઊંચા શિખર સુધી પહોંચાડવા સિંહ ફાળો આપી રહ્યા છે. તેમની આવડતથી હાલ ગેલેક્સી ગ્રુપની તમામ શાખાઓ પ્રગતિનાં શિખરો સર કરી રહી છે….

હાલ ગેલેક્સી ગ્રુપ દ્વારા ચાલતી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી વાંકાનેર વિસ્તારના નાગરિકો સર્વશ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ મેળવી રહ્યા છે, જેમાં આજથી ગેલેક્સી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં જન્મતી દરેક બાળકીને ટ્રસ્ટ તરફથી રૂ. 1000 નું ગિફ્ટ વાઉચર પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ગેલેક્સી ગ્રુપ દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓનો પણ વાંકાનેરના નાગરિકોને ખુબ સારો લાભ મળી રહ્યો છે…

આ તકે પોતાની આવડત અને મહેનતથી સતત સફળતાના શિખરો સર કરતા લિયાકત બાદીને ચોમેરથી સોસીયલ મિડિયા, રૂબરૂ તથા મો. 82382 77777 પર સગા-સંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો તથા પરિવારજનો દ્વારા જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી યુવા ઉદ્યોગપતિ લિયાકત બાદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg




ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી યુવા ઉદ્યોગપતિ લિયાકત બાદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️