Wednesday, April 1, 2026
More
    HomeUncategorizedબ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાયું, 26 એપ્રિલના રોજ...

    બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાયું, 26 એપ્રિલના રોજ મતદાન અને 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે….

    ગુજરાતના રાજકારણમાં આજથી ભારે ગરમાવો આવી ગયો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને તમામ રાજકીય પક્ષોએ પોતાની કમર કસી લીધી છે. ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યભરમાં મોટા પાયે આ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોનો સમાવેશ થાય છે.

    કઈ કઈ સંસ્થાઓની ચૂંટણી યોજાશે ?

    રાજ્યમાં નીચે મુજબની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ચૂંટણી યોજાશે:

    34 – જિલ્લા પંચાયત
    15 – મહાનગરપાલિકા
    260 – તાલુકા પંચાયત
    84 – નગરપાલિકા

    સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ અને તારીખો :

    રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે :

    ચૂંટણીની જાહેરાત : 1 એપ્રિલ
    જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ : 6 એપ્રિલ
    ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 11 એપ્રિલ
    ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ : 13 એપ્રિલ
    મતદાનની તારીખ : 26 એપ્રિલ
    પુનઃ મતદાન (જો જરૂર પડે તો) : 27 એપ્રિલ
    મત ગણતરીની તારીખ (પરિણામ) : 28 એપ્રિલ
    ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ : 30 એપ્રિલ

    સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓને આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાંનું મહત્વનું સેમી-ફાઇનલ માનવામાં આવે છે. 6 એપ્રિલના રોજ જાહેરનામું બહાર પડતાની સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. 26 એપ્રિલના રોજ લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને 28 એપ્રિલના રોજ મત ગણતરી બાદ સ્પષ્ટ થઈ જશે કે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોમાં કયા પક્ષનો દબદબો રહેશે. તમામ વહીવટી તંત્રને આ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં પૂર્ણ કરવા માટે ચૂંટણી આયોગ દ્વારા જરૂરી આદેશો આપી દેવામાં આવ્યા છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!