મોરબી જિલ્લામાં તત્કાલીન ડીડીઓ દ્વારા થોડા સમય પહેલા એક પરીપત્ર જાહેર કરી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ કરવા માટે ગ્રામ પંચાયત પાસેથી સત્તા છીનવી મંજૂરી માટે જીલ્લા પંચાયત કમિટીની ફરજિયાત મંજુરી લેવા જોગવાઈ કરવામાં આવી હોય, જેનો પ્રચંડ વિરોધ થતા અંતે તત્કાલીન ડીડીઓ દ્વારા જાહેર કરાયેલ આ પરીપત્ર રદ કરતા, આજથી સમગ્ર જીલ્લામાં ફરી ગ્રામ પંચાયતો બાંધકામને મંજૂરી આપી શક્શે તેવો નવો પરીપત્ર જાહેર કરાયો છે…

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જીલ્લાના જે તે સમયના ડીડીઓ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે, ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામની પરવાનગી માટે તાલુકા પંચાયતના એન્જીનીયર અને જીલ્લા પંચાયતની કમિટી ની મજૂરી લેવાની રહેશે, જે પરિપત્રનો ખૂબ જ વિરોધ થયો હતો. જે બાબતે સરપંચો દ્વારા આવેદનપત્રો તેમજ આ મુદ્દે મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં બે વખત ભારે વિરોધ થયો હતો તેમજ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના સભ્યોએ સામાન્ય સભામાં રોષ ઠાલવી પરિપત્ર રદ કરવા માંગ કરી હતી. ત્યારે આ પરિપત્ર બાબતે વર્તમાન જીલ્લા વિકાસ અધિકારી દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરી જુનો બાંધકામ મંજુરીનો પરિપત્ર રદ કર્યો છે…
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા પરિપત્રમાં જણાવાયું છે કે, ગ્રામ પંચાયત વિસ્તારમાં બાંધકામની પરવાનગી પરત્વે અત્રેની કચેરીએથી જુદા જુદા સમયે વંચાણ (૧), (૨) તથા (૩)થી સુચનાઓ પરિપત્ર કરવામાં આવેલ હોય, જે પરત્વે જિલ્લા પંચાયતની તા.૦૨-૦૧-૨૦૨૬ની સામાન્ય સભામાં વંચાણ-૪ વાળો ઠરાવ સર્વાનુમતે પસાર કરી વંચાણ (૧), (૨) તથા (૩) વાળી સૂચનાઓ રદ કરવામાં આવેલ છે. તેમજ ગ્રામ પંચાયત વિસ્તારમાં બાંધકામ પરવાનગી હવેથી ગ્રામ પંચાયતે આપવાની હોય છે. સબબ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ ૧૦૪ તથા ગુજરાત પંચાયત નિયમોની જોગવાઇઓ તળે હવેથી ગ્રામ પંચાયત વિસ્તારોમાં બાંધકામની પરવાન ગ્રામ પંચાયત દ્વારા આપી શકાશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




