Thursday, November 21, 2024
More
    Homeમુખ્ય સમાચારગાંધીનગર-અમદાવાદ વચ્ચે સમસ્ત કોળી સમાજનું અદ્યતન શૈક્ષણિક ભવન બનશે, આગેવાનની મુખ્યમંત્રી સાથે...

    ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સમસ્ત કોળી સમાજનું અદ્યતન શૈક્ષણિક ભવન બનશે, આગેવાનની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ….

    ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સમસ્ત કોળી સમાજનું અદ્યતન શૈક્ષણિક ભવન બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સમસ્ત કોળી સમાજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાની હેઠળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ગુજરાતભરમાંથી આવેલા સમાજના આગેવાનો દ્વારા બેઠક યોજી અને શક્ય તમામ મદદ કરવા માંગણી કરવામાં આવી છે.

    રાજયમાં સમસ્ત કોળી સમાજના યુવક/યુવતીઓને ઉચ્ચ અભ્યાસ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને ઘણા કિસ્સામાં યોગ્ય માર્ગ દર્શનના અભાવે અધવચ્ચે શૈક્ષણીક કાર્ય છોડી દેવો પડે છે. સમાજના યુવાનો ઉચ્ચ અભ્યાસ કરી પગભર થાય તેવા હેતુસર ટ્રસ્ટના પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયા પોતે શિક્ષક તરીકે વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓને દુર કરવાનો નિર્ધાર કરી શૈક્ષણિક ક્ષેત્રે સમસ્ત કોળી સમાજના યુવક/યુવતીઓને શિક્ષણની સારામાં સારી સુવિધા મળી રહે તેવા ઉદ્દેશ સાથે સમાજના લોકો સમક્ષ વિચાર રજુ કરતા આગેવાનોએ તેનો સ્વીકાર કરી તમામ આર્થિક મદદ પુરી પાડવા આહવાન કર્યું હતું….

    આ બાબતે કોળી સમાજના આગેવાનો/વડીલોએ અદ્યતન ભવનના નિર્માણ માટે જમીન ફાળવવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ માંગણી રજુ કરી હતી. જે અનુસંધાને મુખ્યમંત્રીશ્રી દ્વારા શૈક્ષણિક ભવનના નિર્માણ માટે સરકાર તરફથી મળતા તમામ લાભો આપવા અને ટ્રસ્ટને જમીન વહેલી તકે મળે તેમ જણાવતા હાજર આગેવાનોએ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો…

    આ તકે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજયકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની આગેવાનીમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી-ધંધુકા, પુર્વ સંસદસભ્ય (રાજયસભા) શંકરભાઈ વેગડ, પુર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, પુર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારૈયા, પુર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર તેમજ અખીલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ ચંદવદન પીઠાવાલા અને મહીલા અધ્યક્ષ જીજ્ઞાસાબેન મેર સહિતના ઉપસ્થિત રહ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!