વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે આવેલ દારૂલ ઉલૂમ ગૌષે સમદાનીમાં કાર્યરત ગરીબ નવાઝ માધ્યમિક શાળામાં ધોરણ 10નું ઐતિહાસિક 94.44 % પરિણામ જાહેર થયું છે, આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દિનની તાલીમ સાથે દુનિયાની તાલીમમાં પણ અગ્રેસર રહી દર વર્ષની માફક આ વર્ષે પણ ઉજ્જવળ પરિણામની પરંપરા જાળવી રાખી છે….
વર્ષ 2005 થી કાર્યરત આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દર વર્ષે સતત 90% થી ઉપર જ પરિણામો આપી દિનની સાથે દુનિયાવી તાલીમમાં નિપુણતા મેળવી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ આ પરંપરાને આગળ વધારી છે. સંસ્થા દ્વારા દર વર્ષે મેનેજમેન્ટ તથા સ્ટાફની અથાગ મહેનતથી દિની અને દુનિયાવી તાલીમમાં નિપુણ વ્યક્તિત્વ નિર્માણ કરી સમાજને સર્વશ્રેષ્ઠ નાગરિકો પ્રદાન કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે…
સમાજની આવનાર પેઢીને દીની તાલીમ અને સંસ્કારના સિંચન સાથે સારૂ શિક્ષણ આપવા સક્રિય આ સંસ્થામાં આગામી નવા વર્ષ માટે ધોરણ 11 કોમર્સમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે….
દારૂલ ઉલૂમ ગૌષે સમદાની-પીપળીયા રાજ
ગરીબ નવાઝ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા
વાંકાનેર-મિતાણા રોડ, મુ. પીપળીયા રાજ, તા. વાંકાનેર