Monday, March 9, 2026
More
    Homeચક્રવાત વિશેષસેવા પરમો ધર્મ : વાંકાનેરના ગંગાબેન છેલ્લા 15 વર્ષથી અવિરત હોસ્પિટલના બિછાને...

    સેવા પરમો ધર્મ : વાંકાનેરના ગંગાબેન છેલ્લા 15 વર્ષથી અવિરત હોસ્પિટલના બિછાને પ્રસુતાઓને ગરમાગરમ શીરો પરોસી રહ્યા છે….

    આજના સમયમાં જ્યાં મહિલા સશક્તિકરણની અનેક વાતો થાય છે, ત્યાં વાંકાનેરનાં એક મહિલાએ મૂકભાવે સેવાનો એવો ભેખ લીધો છે કે જે સમાજ માટે પ્રેરણારૂપ બની ગયો છે. વાંકાનેરનાં ગંગાબેન કાનાભાઈ ગમારા છેલ્લા 15 વર્ષથી અવિરત દરરોજ હોસ્પિટલના બિછાને પ્રસુતાઓને શુદ્ધ ઘીનો ગરમાગરમ શીરો પોતાના હાથથી બનાવી નિઃસ્વાર્થ સેવા પીરસી રહ્યા છે…

    મૂળ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામના વતની અને લગ્ન કરી વાંકાનેર ખાતે સ્થાયી થયેલા ગંગાબેન ગમારા નાનપણથી જ અત્યંત શ્રદ્ધાળુ અને પરોપકારી સ્વભાવ ધરાવતા હોય, ત્યારે લગ્ન બાદ પોતાના સંતાનોને ભણાવી-ગણાવીને સામાજિક જવાબદારીઓમાંથી પરવારી ગયા બાદ, તેમણે પોતાનો સમય સમાજ સેવા પાછળ ખર્ચવાનો નિર્ણય કર્યો, જેમાં ગંગાબેન દરરોજ પોતાના ઘરે લાકડાના ચૂલે અગ્નિ પ્રગટાવીને શુદ્ધ ઘી અને ઘઉંના લોટમાંથી ડ્રાયફ્રુટથી ભરપૂર પૌષ્ટિક શીરો જાતે બનાવી વાંકાનેર સિવિલ હોસ્પિટલ સહિત આજુબાજુની ત્રણથી ચાર હોસ્પિટલોમાં રૂબરૂ જઈને પ્રસુતાઓને પીરસી રહ્યા છે. આ પૌષ્ટિક આહારથી નવી માતા અને નવજાત શિશુ બંનેના સ્વાસ્થ્યને મોટો ફાયદો થાય છે….

    આ સેવાની સૌથી મોટી વિશેષતા એ છે કે છેલ્લા ૧૫ વર્ષમાં આ ક્રમમાં એક પણ દિવસની ચૂક થઈ નથી. જો સંજોગોવશાત ગંગાબેન ગામમાં હાજર ન હોય અથવા બહારગામ ગયા હોય, તો તેમના પતિ અથવા દીકરા-વહુ આ જવાબદારી હોંશેહોંશે નિભાવે છે, પરંતુ હોસ્પિટલમાં પ્રસુતાઓ સુધી શીરો પહોંચાડવાનો ક્રમ ક્યારેય તૂટવા દીધો નથી. કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિની ખેવના વિના, જમીન પર રહીને સકારાત્મક પરિવર્તન લાવનાર ગંગાબેન ગમારા સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ અને માનવસેવાનું જીવંત ઉદાહરણ બની ગયા છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!