વાંકાનેર કોર્ટ પરિસરમાં આજરોજ રવિવારે અરજદારોની સુવિધા માટે ઈ-સેવા કેન્દ્રનું ઇ-લોકાર્પણ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તથા મોરબી જિલ્લા યુનિટ જજ બી. એન. વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇ-સેવા કેન્દ્રથી કોર્ટમાં આવતાં દરેક પક્ષકારોને તેમના કેસની સ્થિતિ, સુનવણીની આગામી તારીખ સહિતની વિગતો સરળતાથી મળી રહેશે….
આ તકે વાંકાનેર પ્રિન્સિપાલ સિવિલ જજ વી. એસ. ઠાકોર, બાર એસોસિયેશન વતી પ્રમુખ ભરતભાઈ દેગામા, ઉપપ્રમુખ કમલેશ ચાવડા, જો. સેક્રેટરી અંજનાબેન રાઠોડ, પુર્વ પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલા સહિતના વકીલો, કાર્ટ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા….