Thursday, January 30, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરની આજુબાજુના વિસ્તારમાંથી વાહનોમાં નાખવાના નકલી યુરિયા ઓઇલ(DEF)ના જથ્થા સાથે ત્રણ...

    વાંકાનેર શહેરની આજુબાજુના વિસ્તારમાંથી વાહનોમાં નાખવાના નકલી યુરિયા ઓઇલ(DEF)ના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયા….

    વાંકાનેર શહેરની આજુબાજુના વિસ્તારમાં હાઇવે ઉપર આવેલ હોટલના કમ્પાઉન્ડમાં અલગ અલગ સ્થળે ડુપ્લીકેટ ટાટા ડીઇએફ યુરિયા આઇલનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે કંપનીના અધિકારીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીઓની 27 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની આજુબાજુમાં હાઇવે ઉપર આવેલ હોટલના કમ્પાઉન્ડમાં નકલી ટાટા યુરિયા ઓઈલનું વેચાણ થતું હોવાની બાતમી મળતા ટાટા કંપનીના અધિકારી પરશુરામ સુખદેવ કારંડેએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે અલગ અલગ હોટલના કંમ્પાઉન્ડમાં દરોડો પાડી આરોપી ૧). દીપકકુમાર રામબહાદુર કશ્યપ (રહે.બીજલીપુર પોસ્ટ, યુ.પી, હાલ રહે. રાણેકપર ગામના બસ સ્ટેન્ડ પાસે), ૨). ફુઆરામ મુલારામ જાટ (રહે. પનાલી ધતરવાલો કી ઢાણી નિમ્બલકોટ આડેલ, રાજસ્થાન, હાલ રહે. રાણેકપર ગામના બસ સ્ટેન્ડ પાસે)

    અને ૩). રાજુભાઇ ભીમાભાઇ ઓળકીયા (રહે. સમઢીયાળા, તા.વાંકાનેર)ને TATA DEF(યુરીયા) ના નકલી સ્ટીકરનો ઉપયોગ કરી નકલી યુરિયા ઓઇલનું વેચાણ કરતા યુરિયા ઓઇલની 14 ડોલ (કિંમત રૂ ૧૪,૦૦૦) હજાર, પાઇપ સાથેની નોઝલ પાઇપ તેમજ ટાંકીમાં ભરેલ 200 લીટર યુરિયા સહિત કુલ રૂ. 27,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ત્રણેય ઇસમો વિરુદ્ધ ટ્રેડમાર્ક અને કોપીરાઈટ એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!