વાંકાનેર શહેરની દોશી કૉલેજના NSS યુનિટ દ્વારા 2 ઓક્ટોબર પૂજ્ય ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે આજરોજ મંગળવારે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારતના સંદેશ સાથે સુંદર રેલીનું કૉલેજથી માર્કેટચોક સુધીનું આયોજન કરવામાં આવેલ. આ સાથે જ યોગ તથા કબડ્ડીમાં શ્રી દોશી કોલેજનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન અને સ્વચ્છતા એ જ સેવા વિષય પર નિબંધ સ્પર્ધાનું સુંદર આયોજન NSS કો-ઑર્ડીનેટર શ્રી મયૂર જાની દ્વારા કરવામાં આવ્યું હતું….
આ તકે અતિથિ વિશેષ તરીકે વાંકાનેરના મામલતદાર અને નગરપાલિકાના વહીવટદાર યુ. વી. કાનાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, નગરપાલિકા દ્વારા નિયુક્ત સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર એન. ભાટી, વાંકાનેર સીટી પીએસઆઇ ડી. વી. કાનાણી, કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. ચુડાસમા તથા સર્વે સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા….
સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત વાંકાનેર શહેર સ્વચ્છ રહે તે હેતુ ઉપરાંત આપની આસપાસ પણ સ્વચ્છતા જળવાઈ રહે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. આ સાથે જ આ તકે ગુજરાતના સુપ્રસિદ્ધ તસ્વીરકાર ભાટી એન.નો પણ આજરોજ જન્મદિવસ હોય, જેથી ઉપસ્થિત તમામ મહાનુભાવોએ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને તેમને સોંપેલ કાર્ય યથાર્થ રીતે કરી શકે તેવા શુભાશિષ આપ્યા હતા. કાર્યક્રમના અંતે ગાંધીજીના 11 વ્રતો જીવનમાં ઉતારવાનો પણ સંદેશ એન.એસ.એસ. કૉ-ઓર્ડીનેટર ડૉ. મયુર જાનીએ આપ્યો હતો….