દિવાળીએ ભારતીય સંસ્કૃતિમાં સૌથી મોટો તહેવાર છે, ત્યારે મોટાભાગના લોકો આ તહેવાર કરવા માટે પોતાના વતન ભણી જતા હોય છે, ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સિરામિક ફેક્ટરીમાં કામ કરતા ઉત્તરપ્રદેશના વતની પરિવારની ૨૦ વર્ષિય દિકરીએ વતનમાં દિવાળી તહેવાર કરવા જવાનું કહેતા, માતાએ ના પાડતાં લાગી આવતા સુનમુન રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકના માટેલ ગામની સીમમાં આવેલ એસ્કોન સિરામિક ફેકટરીમાં કામ કરતી અને અહીં જ લેબર કવાટર્સમાં પરિવાર સાથે રહેતી મૂળ ઉત્તરપ્રદેશની વતની શિવાનીદેવી ચંદ્રપ્રસાદ રાજપૂત (ઉ.વ. ૨૦)નામની યુવતીએ તેણીની માતાને વતનમાં દિવાળીનો તહેવાર કરવા જવા માટે કહ્યું હોય, પરંતુ માતાએ આ વર્ષે દિવાળીમાં આપણે વતનમાં નથી જવાનું તેમ કહેતા છેલ્લા દસ દિવસથી શિવાનીદેવી સુનમુન રહેતી હોય અને બે દિવસથી કામ પર પણ ગયેલ ન હોય જે બાદ ગઈકાલે માતા લેબર રૂમની બહાર જતા શિવાનીદેવીએ રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….