વાંકાનેર તાલુકાની દીઘલિયા પ્રાથમિક શાળામાં સામાજિક વનીકરણ રેન્જ-વાંકાનેર દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ઈન ચાર્જ વનપાલ-દલડી વી.એમ.ગોવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો….
નિબંધ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ સ્વરૂપે શૈક્ષણિક કીટ તથા અન્ય સ્પર્ધકો પ્રોત્સાહન સ્વરૂપે ફૂલસ્કેપ ચોપડા આપવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ કાલરિયા, શિક્ષકો સતીશકુમાર સરડવા, નરેશકુમાર સોલંકી, તૌસિફભાઈ બાવરા અને આરઝૂબેન મન્સૂરીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી….