વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ઢુવા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઢુવા ચોકડી નજીકથી બે શખ્સો જાહેરમાં નોટ-નંબરીનો એકી બેકી આંકડા પરથી જુગાર રમતા મળી આવતાં પોલીસે બંને આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઢુવા ચોકડી નજીક જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી-બેકીના નોટ નંબરી જુગાર રમતા મુકેશભાઈ હંસરાજભાઇ કોંઢીયા અને ભરતભાઈ પોપટભાઈ દેલવાડીયા (રહે. બંને પંચાસીયા)ને રોકડ રકમ રૂ. ૫૫૦ સાથે ઝડપી પાડી બંને સામે જુગારધારાની કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…