વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરની ઢુવા ચોકડી નજીક ઢુવા-માટેલ રોડ પરથી પસાર થતી મારૂતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કાર નં. GJ 36 AF 1469 ને રોકી તલાસી લેતા કારમાંથી 240 નંગ બિયરના ટીન (કિંમત રૂ. ૩૦,૦૦૦) મળી આવતાં આ બનાવમાં પોલીસે કારમાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલા આરોપી લાલજીભાઈ પ્રવિણભાઇ ડાભી (રહે. સોઓરડી, મોરબી)ને ઝડપી લીધો હતો, જ્યારે કાર ચાલક આરોપી અલ્પેશ ઉર્ફે ભોલો રાજેન્દ્રસિંહ ચાવડા (રહે. મુળી) નાસી જતાં પોલીસ કાર તથા બિયરના ટીન સહિત કુલ રૂ. 3,30,000 નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.…
વાંકાનેરના માટેલ-ઢુવા રોડ પર કારમાં બિયરના જથ્થાની હેરાફેરી કરવા નિકળેલ એક ઇસમ ઝડપાયો, એક ફરાર….
RELATED ARTICLES