વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના નવા ઢુવા ગામના રામાપીરના મંદીર પાસેથી કારમાં વિદેશી દારૂ તથા બીયરના જથ્થાની હેરાફેરી કરવા નિકળેલા એક ઇસમને રંગે હાથ ઝડપી પાડી આરોપી પાસેથી વિદેશી દારૂ-બિયર તથા કાર સહિત 4.92 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામે રામપીરના મંદીર પાસે રોડ પર દરોડો પાડી બ્રેઝા કાર નં. GJ 03 AB 8595 માં વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપી અશોકભાઈ હિરાભાઈ ડાભી (રહે. નવા ઢુવા, તા.વાંકાનેર)ને 70 નંગ વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ. ૯૧,૦૦૦) તથા 10 નંગ બીયર ટીન (કિંમત રૂ.૧૮૦૦) સાથે ઝડપી પાડી કાર તથા વિદેશી દારૂ સહિત કુલ રૂ. 4,92,800ની કિંમતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો…
આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો અન્ય આરોપી ગભરૂભાઈ માત્રાભાઈ ધાંધલ (રહે. ધોળીયા તા.થાન)એ ભરી આપ્યો હોવાની કબૂલાત આપતા બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે….