વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે ઘર પાસે એક શખ્સ ગાળો બોલતો હોય, જેને ગાળો બોલવાની ના પાડતાં આ બાબતનું સારૂ ન લાગતાં ત્રણ શખ્સોએ મળી યુવાન તથા સાહેદ પર હુમલો કરી માર માર્યો હતો, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના રાતીદેવરી ગામે રહેતા ફરિયાદી નીતિનભાઈ કાંતિભાઈ વોરા (ઉ.વ. 20)એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી ૧). કાળુભાઈ વિપુલભાઈ વોરા, ૨). જયસુખભાઇ ગોવીંદભાઈ વોરા અને ૩). ધમો અશોકભાઈ વોરા સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપી કાળુભાઈ ફરિયાદીના ઘર પાસે ગાળો બોલતો હોય, જેને ફરિયાદી તથા સાહેદોએ ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં આ બાબતનું સારૂં નહીં લાગતા ત્રણેય આરોપીઓને ફરિયાદી યુવાન તથા સાહેદો પર લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47