વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીકથી પસાર થતી પેસેન્જર ટ્રેનમાંથી પડી જતાં આજરોજ સોમવારે એક અજાણ્યા આધેડ વયના પુરુષનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દલડી-લુણસરીયા વચ્ચે સોમવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ જામનગર-વડોદરા ઇન્ટરસીટીમાં ચાલુ ટ્રેનમાંથી કોઇ કારણોસર પડી જતાં આશરે 55 વર્ષીય ઉંમરના પુરુષનું શરીરે ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી, મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હોવાની માહિતી રેલ્વે પોલીસના હેડ કો. ખોડાભાઈ મકવાણાએ દ્વારા આપવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L