વાંકાનેર વિસ્તારના ખેડૂતોને આગામી સમયમાં કપાસનો પાક તૈયાર થયે ટેકાના ભાવે કપાસનાં વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હોય, જેમાં રજીસ્ટ્રેશન કરાવવા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે…

ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા વર્તમાન કપાસ સિઝન ૨૦૨૬-૨૭ માટે લઘુત્તમ ટેકાના ભાવે (MSP) કપાસની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો સંપૂર્ણ લાભ મેળવવા માટે તમામ કપાસ પકવતા ખેડૂતોએ “કપાસ કિસાન” મોબાઈલ એપ પર નોંધણી કરાવવી આવશ્યક છે.

આ રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન “કપાસ કિસાન” (Kapas Kisan) મોબાઈલ એપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશનમાં સહાય મેળવવા માટે ખેડૂતો વોટ્સએપ નંબર +૯૧ ૯૪૨૮૨૩૭૨૪૬ પર સંપર્ક કરી શકે છે. આ વર્ષ કપાસનો ટેકાનો ભાવ 1 મણનો રૂ.1653 થી રૂ.1733 સુધી જાહેર કર્યો છે, જેમાં મધ્યમ લંબાઈ વાળા કપાસનો ભાવ રૂ.1653 પ્રતિ મણ અને લાંબી લંબાઈ વાળા કપાસનો ભાવ રૂ.1733 પ્રતિ મણ નક્કી કરાયો છે. ખરીદી કેન્દ્રો અને અન્ય માહિતી માટે www.cotcorp.org.in ની મુલાકાત લેવા જણાવાયું છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



