વાંકાનેર વિસ્તારના ખેડૂતોને આગામી સમયમાં કપાસનો પાક તૈયાર થયે સીસીઆઇને ટેકાના ભાવે કપાસનાં વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન તા. ૦૧ સપ્ટેમ્બરથી શરૂ થવાનું હોય, જેમાં રજીસ્ટ્રેશન કરાવવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે…
સીસીઆઇ દ્વારા આગામી ચોમાસું પાક માટે કપાસના ટેકાના ભાવ રૂ. 1612 પ્રતિમણ નક્કી કરવામાં આવ્યા હોય, જેના માટે ખેડૂતોએ તા. 01 થી 30 સપ્ટેમ્બર દરમ્યાન Kapas Kishan (કપાસ કિશાન) એપ્લિકેશન ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવ્યા વગરના કોઇપણ ખેડૂત પાસેથી સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી કરવામા આવશે નહીં, માટે ખેડૂતોએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા દ્વારા આગ્રહ કરાયો છે….