વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન બાઇક ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે આ બાઇક ચોરો સામે પોલીસએ પણ સતર્કતા દાખવવી અનિવાર્ય બની છે, જેમાં વાંકાનેરના માટેલ ગામ નજીક ખોડીયાર ચેમ્બર પાસે ખુલ્લામાં પાર્ક કરેલ એક બાઇકની અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ જતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે રહેતા ફરિયાદી કિશોરભાઈ પિતામ્બરભાઈ ચૌહાણએ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક ખોડીયાર ચેમ્બર પાસે ખુલ્લામાં તેમનું હિરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 03 AF 2005 (કિંમત રૂ. ૫૦,૦૦૦) ને પાર્ક કરેલ હોય, જેની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ જતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા બાઇક ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm