Tuesday, March 10, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની ભાટીયા સોસાયટીમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, ચાર ઘાયલ...

    વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, ચાર ઘાયલ ; પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો….

    વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં ગત મોડી રાત્રે જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે ભારે બઘડાટી બોલી ગઈ હતી. લાકડીઓ, પાઈપ અને છરી જેવા ઘાતક હથિયારો સાથે બંને પક્ષો સામસામે આવી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જેમાં એક જુથના ચાર લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ સ્થળ પર પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. હાલ આ બનાવમાં બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે…..

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતા ફરીયાદી સંજયભાઈ રાણાભાઈ ખાંડેખાએ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી ૧). હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા, ૨). કિશોરસિંહ ઝાલા, ૩). રવિરાજસિંહ કિશોરસિંહ ઝાલા, ૪). પુષ્પરાજસિંહ કિશોરસિંહ ઝાલા (રહે. બધા ભાટીયા સોસાયટી), ૫). શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા અને ૬). મહેન્દ્રસિંહ સહદેવસિંહ ઝાલા (રહે. વઘાસીયા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદી તથા આરોપી હરપાલસિંહને અગાઉ સાત-આઠ મહિના પહેલાં વાહન લે-વેચના પૈસા બાબતે મારામારી થયેલ હોય, જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓ સ્વિફ્ટ કાર તથા બોલેરો ગાડીમાં ભાટીયા સોસાયટીના ચોકમાં આવી બેફામ ગાળાગાળી કરી છરી વડે હુમલો કરી સાહેદ હરેશભાઇને ઇજા કરી તેમજ સ્વિફ્ટ કાર ચલાવી સાહેદોને મારી નાખવાના ઇરાદે ટલ્લો મારી ઈજાઓ પહોંચતાં ચાર લોકોને ઇજાઓ પહોંચતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….

    આ જ બનાવમાં સામાપક્ષે ફરિયાદી શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા (રહે. વઘાસીયા)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). સંજયભાઇ રાણાભાઈ ખાંડેખા, ૨). બળદેવભાઇ રાણાભાઈ ખાંડેખા, ૩). હરેશભાઇ રાણાભાઈ ખાંડેખા, ૪). અંકુર રાજગોર, ૫). શીવાજી રાજગોર, ૬). રોહિત ખેંગારભાઇ રાજગોર, ૭). રમેશ ધિરૂભાઇ રાજગોર, ૮). રાહુલ રાજગોર (રહે. બધા ભાટીયા સોસાયટી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના કાકાના દિકરા હરપાલસિંહને અગાઉ આરોપી સાથે માથાકુટ થયેલ હોય, જેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીની સ્વિફ્ટ કાર પર હુમલો કરી આગળ-પાછળના બંન્ને કાચ ઉપર ધોકા તથા પાઇપ વડે આડેધડ ઘા કરી ગાળો આપી હુમલો કર્યો હતો, જેથી હાલ આ મામલે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!