વાંકાનેર તાલુકાના ભલગામ નજીક શનિવારે રાત્રે એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં હાઈવે પર રસ્તો ક્રોસ કરી રહેલા એક આધેડને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જે બાદ અકસ્માત સર્જીને ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા જગુભાઇ હમીરભાઇ બેડવા નામના આધેડ શનિવારે રાત્રિના સમયે પોતાનું મજુરી કામ પુરુ કરી નવા ભલગામથી જુના ભલગામ ખાતે પોતાના ઘરે પગપાળા ચાલીને જઈ રહ્યા હોય દરમિયાન રામદેવ પીરના મંદિર પાસે બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ જતા હાઇવે પર રસ્તો ઓળંગતી વેળાએ પૂરપાટ ઝડપે આવતા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતાં ગમખ્વાર અકસ્માતમાં જગુભાઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. જેથી આ હિટ એન્ડ રનની ઘટના અંગે મૃતકના પુત્ર આશિષભાઇ જગુભાઇ બેડવાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે...
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



