જામજોધપુરના સદામબાપુ કાદરી આતંકવાદ વિરોધી વિચારધારા સાથે એકતા અને અહિંસાનો સંદેશ સમગ્ર દેશમાં અપાશે….
ગત તા. 30 મે ના રોજ ગાંધીભૂમિ પોરબંદરથી ખાતેથી જામજોધપુરના નિવાસી સૈયદ સદામબાપુ કાદરીએ આતંકવાદ વિરોધી વિચારધારા સાથે પહેલગામ સુધીની પદયાત્રા શરૂ કરી હોય, જેમાં શાંતિ, એકતા, સદભાવના તથા ભાઈચારાના સંદેશ લઈને શરૂ થયેલ આ અહિંસા યાત્રા 2000 કીમી કાપી પોરબંદરથી પહેલગામ સુધી પહોંચવાની હોય, જે યાત્રા આવતીકાલ મંગળવારે વાંકાનેર ખાતે પધારશે….
સદામબાપુએ શરૂ કરેલ આ અહિંસા યાત્રા આવતીકાલ મંગળવારના રોજ બપોરે ત્રણ વાગ્યે પીપળીયા રાજ ગામ ખાતે પહોંચશે, જ્યાંથી તિથવા બોર્ડ, અમરસર થઇ સાંજે પાંચ વાગ્યે વાંકાનેર શહેરના કુંભારપરા, આંબેડકર ચોક ખાતે ભવ્ય સ્વાગત બાદ યાત્રા મેઇન બજાર, ગ્રીન ચોક, જીનપરા જકાતનાકાથી સાંજે સાત વાગ્યે ચંદ્રપુર ગામ ખાતે પહોંચશે, જ્યાં રૂટ પર ઠેરઠેર વિવિધ સંગઠનો, સંસ્થાઓ, રાજકીય તથા સામાજિક અગ્રણીઓ દ્વારા યાત્રાને આવકારીને તેમનો હોંસલો બુલંદ કરવામાં આવશે…
આ અહિંસા યાત્રાના ઉદ્દેશ અંગે સદામબાપુએ મિડિયાને જણાવ્યું હતું કે, ‘આ યાત્રા દ્વારા હું એ જ સંદેશો આપવા માંગું છું કે મુસ્લિમ ધર્મ આતંકવાદનો સખત વિરોધ કરે છે, આતંકવાદી માનસિકતા મુસ્લિમ ધર્મ વિરોધી છે. ભારત દેશના નાગરિક કોઈપણ ધર્મ પાળતા હોય પરંતુ તેમના હૃદયમાં દેશ પ્રેમની ભાવના હંમેશા અંકિત થયેલી હોય છે, મારે આ યાત્રા દ્વારા શાંતિ અને એકતાનો સંદેશ આપવો છે અને આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવું જરૂરી છે, તેવી વિચારધારા સાથે હું ગાંધી જન્મભૂમિ પોરબંદરથી મારી પદયાત્રા અહિંસા યાત્રાના નામ થી શરૂ કરી રહ્યો છું.’
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA