વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ વાડીના બગીચામાં દરોડો પાડી સ્થળ પરથી 64 નંગ વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય બે ઈસમો ફરાર થઈ જતા ત્રણેય વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના અગાભી પીપળીયા ગામની કડા સીમમાં આવેલ ઓમદેવસિંહ ઉર્ફે ઉપાભાઈ ગણપતસિંહ જાડેજાની વાડીના બગીચામાં દરોડો પાડી સ્થળ પરથી 64 નંગ વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ. ૮૩,૨૦૦) સાથે આરોપી ઓમદેવસિંહ ઉર્ફે ઉપાભાઈ ગણપતસિંહ જાડેજાને ઝડપી લીધો હતો, જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી પ્રકાશભાઈ રાજેશભાઈ ઉકેડીયા અને પરવેછભાઈ અશરફભાઈ કાદરી (રહે. બંને અગાભી પીપળીયા) ને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….