Monday, March 9, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે અજરામર એક્ટિવ અસૉર્ટ ગ્રુપ દ્વારા પાંચ સ્થળોએ ઠંડા પાણીની પરબનું...

    વાંકાનેર ખાતે અજરામર એક્ટિવ અસૉર્ટ ગ્રુપ દ્વારા પાંચ સ્થળોએ ઠંડા પાણીની પરબનું લોકાર્પણ કરાયું….

    આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વાંકાનેર શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અજરામર એક્ટિવ અસૉર્ટ ગ્રુપ (AAA) દ્વારા પ્રશંસનીય અને રાહતરૂપ સેવાકાર્ય કરવામાં આવ્યું છે. જેમાં ઉનાળાની શરૂઆત અને વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને શહેરમાં અલગ અલગ પાંચ સ્થળોએ રાહદારીઓ માટે ઠંડા પાણીની પરબ ખુલ્લા મુકવામાં આવ્યા છે….

    આ સેવાકાર્યની શરૂઆત જૈન શાસનના નિયમ અનુસાર ૩ નવકાર મંત્રના જાપ અને માંગલિક ફરમાવીને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હોય, જેના વરદહસ્તે આ જળસેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું….

    આજથી વાંકાનેર શહેરમાં ભાવિકા એન્ટરપ્રાઇઝ-રસાલા રોડ, અજય ટ્રેડર્સ-,દાણાપીઠ ચોક, રામ રસ,-HDFC બેંક પાસે, સૌરાષ્ટ્ર હેર સલૂન-દિવાનપરા અને આદ્યશકિત ટેલિકોમ-જીનપરા ખાતે શરૂ થયેલ પાણીનાં પરબ આગામી ૧૦૦ દિવસ સુધી અવિરત ચાલુ રહેશે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!