Friday, February 21, 2025
Homeમુખ્ય સમાચારવેપારીઓ સાવધાન : વાંકાનેર શહેરની મેઇન બજારમાં બે જ્વેલર્સની દુકાનોમાંથી વેપારીની નજર...

વેપારીઓ સાવધાન : વાંકાનેર શહેરની મેઇન બજારમાં બે જ્વેલર્સની દુકાનોમાંથી વેપારીની નજર ચૂકવી રૂ. 4.5 લાખના સોનાના દાણાની ચોરી કરી મહિલાઓ ફરાર….

સોનાનાં દાણાની ખરીદીના બહાને વેપારીની નજીક ચુકવી અલગ અલગ ત્રણ વખતે ત્રણથી ચાર છોકરીઓ 205 નંગ સોનાનાં દાણાની ચોરી કરી ફરાર….

વાંકાનેર શહેરમાં દિનપ્રતિદિન સતત ચોરીના બનાવો વધી રહ્યા છે, જેમાં મોટાભાગના બનાવોમાં પોલીસ ફરિયાદ થતી નથી અથવા તો પોલીસ ફરિયાદ નોંધાતી નથી, જે વાત જગજાહેર થઇ છે, ત્યારે વાંકાનેર સીટી પોલીસની કામગીરીની ચાર ચાંદ લગાવતો વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં સીસીટીવી ફૂટેજ સહિતના સ્પષ્ટ પુરાવાઓને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા બે જ્વેલર્સની દુકાનોમાંથી રૂ. 4.5 લાખની કિંમતના સોનાના દાણાની વેપારીની નજર ચૂકવી ચોરી કરવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની મેઇન બજારમાં બાલાજતી જ્વેલર્સ નામે સોનીકામની દુકાન ચલાવતા વેપારી યોગેશભાઈ રસિકભાઈ બારભાયાએ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઇ તા.૨૬/૧૨/૨૩ ના રોજ ફરિયાદીની બાલાજતી જ્વેલર્સ દુકાનમાં સોનાના દાણાની ખરીદી કરવાના બહાને આવેલ ચારેક છોકરીઓ દ્વારા વેપારીની નજર ચુકવી રૂ. 1.5 લાખની કિંમતના 85 જેટલા સોનાના દાણાની ચોરી કરી હોય, જે બાદ ગત તા. ૦૨/૦૨/૨૦૨૪ના રોજ અગાઉના બનાવની જેમ ફરી આ પૈકીની ત્રણ છોકરીઓ દુકાનમાં સોનાના દાણાની ખરીદી કરવાના બહાને આવી ફરિયાદીના પિતાની નજર ચૂકવી રૂ. 2 લાખની કિંમતના 95 નંગ સોનાનાં દાણાની ચોરી કરી ફરાર થઈ ગયેલ, જેમાં બંને બનાવો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાતા હોય અને ફરિયાદીએ આજ સુધી તપાસ કરતા એકપણ છોકરીની ઓળખ મળી નહોતી…

આ વચ્ચે ગત તા. ૨૩/૦૨/૨૦૨૪ના રોજ ફરિયાદીની દુકાનની બાજુમાં આવેલ સોની મનહરલાલ રતીલાલની દુકાનમાંથી પણ ઉપરોક્ત અજાણી છોકરીઓ આવી વેપારીની નજર ચૂકવી રૂ.1 લાખની કિંમતના 25 નંગ સોનાના દાણાની ચોરી કરી લઇ ગઇ હતી…

જેથી આ બનાવમાં ફરિયાદીએ વાંકાનેર સીટી પોલીસમાં અલગ અલગ ત્રણ સમયે બે જ્વેલર્સની દુકાનોમાંથી વેપારીની જનર ચુકવી કુલ 205 નંગ સોનાના દાણા જેની કિંમત રૂ. 4,50,000 ની ચોરી કરી લઇ જતા સીસીટીવી કેમેરામાં દેખાતી અજાણી છોકરીઓ સામે ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!