વર્તમાન શ્રાવણ માસમાં જુગારની બદી નાબૂદ કરવા વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ સક્રિય હોય દરમિયાન વાંકાનેરના કેરાળા, અમરસર, હસનપર તથા રાજાવડલા ગામેથી જાહેરમાં જુગાર રમતા 13 પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા, જેમાં પ્રથમ કેરાળા ગામે નવાપરામાં ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા ૧). રાજેશભાઈ મશરૂભાઈ મકવાણા, ૨). જીવણભાઈ કુકાભાઈ વાડવેલીયા અને ૩). સંજયભાઈ વરસીંગભાઇ વાડવેલીયાને 17,150 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. બીજા દરોડામાં અમરસર ગામે ભરવાડપરના ચોકમાંથી પોલીસે આરોપી ૧). જયપાલ સુખાભાઈ ગમારા અને ૨). મહિપાલ ભાયાભાઈ ગમારાને 12,250ના મુદ્દામાં સાથે ઝડપી લીધા હતા….
ત્રીજા દરોડામાં પોલીસે હસનપર ગામે ચામુંડા માતાજીના મંદિર પાસેથી જાહેરમાં જુગાર રમતા ૧). સંજયભાઈ ધીરુભાઈ પરસાડીયા, ૨). નિલેશભાઈ રમેશભાઈ મકવાણા અને ૩). ઉદયભાઇ મુકેશભાઈ બારૈયાને રૂ. 2400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ચોથા દરોડામાં પોલીસે નવા રાજાઓલા ગામના ચોકમાં ખુલ્લા પટમાં જુગાર રમતા ૧). ગોરધનભાઈ છગનભાઈ દેત્રોજા, ૨). દિનેશભાઈ કાળુભાઈ દેત્રોજા, ૩). કિશોરભાઈ નરશીભાઈ ડેડાણીયા, ૪). મોનાભાઈ રાઘવભાઇ ગમારા અને ૫). વિમલભાઈ કાંતિભાઈ ડેડાણીયાને 12,240 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….