વાંકાનેરના ઔદ્યોગિક ઝોન એવા ઢુવા વિસ્તારોમાં આવતા રાતાવીરડા-સરતાનપર રોડ પર અનેક સિરામિક એકમો કાર્યરત હોય, જેમાં લાંબા સમયથી આ રોડ ખખડધજ હાલતમાં ફેરવાઇ જતા વાહનચાલકોને ભારે હાલાકી અને ઔદ્યોગિક ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય, ત્યારે સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા તંત્ર ઉપર આશા રાખ્યા વગર સ્વખર્ચે અહી સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે….
રાતાવીરડા ગામથી સરતાનપરને જોડાયા આ રોડ પર સેન્સો ચોકડીથી નેશનલ હાઇવે સુધી બે કીમીના સીસી રોડ માટે સ્થાનિક 110 જેટલા ઔદ્યોગિક એકમો દ્વારા બે દિવસ પહેલા બેઠક બોલાવી બે કરોડના ખર્ચે અહી સીસી રોડ બનાવવા નિર્ણય કરી સ્વખર્ચે જ રોડ બનાવવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. જેથી આગામી દોઢ મહિના જેટલા સમય સુધી વાહનચાલકોએ પાનેલી રોડ અથવા સેટમેક્સથી પેંગવીન સિરામિક આ બે વૈકલ્પિક રૂટ પર ચાલવા જણાવવામાં આવ્યું છે…